વર્ષ ૨૦૦૬ થી શરૂ થયેલી સંસ્થા રંગમ એજ્યુકેશન એ વર્ષ ૧૯૯૯ થી ૨૦૦૫ સુધીના મારા શૈક્ષણિક ક્ષેત્રે અનેક સંસ્થાઓમાં કાર્ય અનુભવ મેળવ્યા બાદ નો એક પરિપક્વ નિચોડ હતો.
વર્ષ ૧૯૯૯ માં શરૂ થયેલ શ્રી રંગમ એજ્યુકેશન એકેડેમી એ રંગમ એજ્યુકેશનની શરૂઆતનો પાયો હતો પરંતુ એક સંસ્થાની દૃષ્ટિ એ વર્ષ ૨૦૦૬માં શ્રી વિષ્ણુનગર સોસાયટીમાં શ્રી ગણપતભાઈ સોની ના સાથ સહકારથી પ્રારંભ થયો ચારેક વર્ષ સુધી ત્યાં કાર્ય કર્યા પછી વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમજ શુભેરછકોના અભૂતપૂર્વ સાથ-સહકારને કારણે અને વિદ્યાર્થીઓની સંખ્યા વધવાને કારણે રંગમ નો વિસ્તાર કરવાના ભાગરૂપે સરસપુર આંબેડકર હોલ પાસે ગ્લોબ ઑટોની જગ્યા ભાડે લઈ તેમજ પુષ્પરાજ શોપિંગ સેન્ટર, પોટલીયા ચાર રસ્તા પાસે એક દુકાન લઈ તેમ બંને જગ્યાએ કાર્ય શરૂ કર્યું. પુષ્પરાજ શોપિંગ સેન્ટર ની અસુવિધાને કારણે એક વર્ષ બાદ બધુ જ કાર્ય સરસપુર ગ્લોબ ઓટોની જગ્યાએ કેન્દ્રિત થયું.
સરસપુર ના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપવાની અને તેમની કારકિર્દી ઘડતર માટે માર્ગદર્શન આપવાની અમારી નીતિ ને કારણે વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધતી જ રહી અને હંમેશા અમારો નમ્ર પ્રયત્ન રહ્યો કે માત્ર શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને જ શ્રેષ્ઠ વર્ગો એવું નહિ પ્રત્યેક જે વિદ્યાર્થી ભણવા માંગે છે તેને શ્રેષ્ઠ શિક્ષણ આપવું જે અમારો મુખ્ય ઉદ્દેશ રહ્યો જેમાં અમારા સાથે જોડાયેલા શિક્ષકમિત્રો એ પોતાનું અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે. વિદ્યાર્થીઓને મળતી સુવિધાઓની દૃષ્ટિએ પણ રંગમ સરસપુર વિસ્તારમાં સૌથી આગળ રહ્યું છે.
વર્ષ ૨૦૧૧ માં રંગમ એજ્યુકેશન અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ જે વિદ્યાર્થીઓ માટે રચનાત્મક કાર્યવાહી કરતા અમદાવાદના ટ્યુશન કલાસીસનું એસોસીયેશન છે તેમાં જોડાયું.
વર્ષ ૨૦૧૨ માં ગુરૂમહારાજની અસીમકૃપાથી રંગમ એજ્યુકેશનનું સ્થળાંતર પોતાની માલિકીના મકાન એવા આત્મારામશાસ્ત્રી ચૅમ્બરમાં બીજા માળે થયું જ્યાં અત્યાધુનિક સુવિધાવાળા એરકન્ડિશન વર્ગખંડો અને ઓડિયો વિઝ્યુઅલ પદ્ધતિથી શિક્ષણ શરુ થયું.
રંગમ એજ્યુકેશન દ્વારા વર્ષ ૨૦૧૪માં કોમ્પ્યુટર ક્લાસ પણ શરૂ કરવામાં આવ્યા અને વર્ષ ૨૦૧૧ થી ગુજરાત સરકાર દ્વારા પ્રમાણિત અને કેમ્બ્રીજ યુનિવર્સિટી ઘ્વારા સર્ટિફાઈડ અંગ્રેજી શીખો ના વર્ગો પણ ચલાવતું રહ્યું છે.
રંગમ એજ્યુકેશન હંમેશા પોતાના વિદ્યાર્થીઓનો વિકાસ થાય અને તેઓ યોગ્ય કારકિર્દી ઘડી પોતાના જીવન માં વિકાસના ઉચ્ચત્તમમૂલ્યો હાંસલ કરે એ