હું એચ કે સર આજે કહેતા આનંદ અનુભવું છું કે સાંઈ ગ્રુપ ટ્યુશન આજે વટવૃક્ષ સમાન બન્યું છે.સાંઈ ગ્રુપ ટ્યુશનની સ્થાપના થયાની આજ દિન સુધી સંનિષ્ટ કાર્યો કરી રહ્યું છે.દર વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યા વધતા મારુ આ વૃક્ષ વટવૃક્ષ બની ગયું છે.તે ને ધ્યાનમાં લઈ કલાશ દર વર્ષે ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવા , સાંસ્કૃતિક કાર્યક્રમો કરવા, નવા અભિગમો તથા ટેક્નોલોજી ને ધ્યાન માં લઈ બાળકોને પ્રોજેક્ટર ઘ્વારા અભ્યાશ અને નવી ટેક્લોજી વિષે વાલીઓ તથા વિદ્યાર્થીઓને માહિતગાર કરવા જેવી શિક્ષણને લગતી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.
જો કે શરૂઆત ના વર્ષો થી જ સંસ્થા કાર્ય કરવા માટે , સારા એવા શિક્ષક ગણીને મહેનતને લીધે અને વાલીના સાથ સહકાર ને લીધે વિદ્યાર્થીઓની સંખ્યા દિવસે- દિવસે વધવા લાગી અને ઉત્તરોત્તર પ્રગતિ થવા લાગી, દર વર્ષે થતા "સાંઈ ગ્રુપ ટ્યુશન" ઘ્વારા એન્યુઅલ પ્રોગ્રામનું આયોજન કરી વિદ્યાર્થી મિત્રોને ઇનામ વિતરણ , સાંસ્કૃતિક કાર્યક્રમો આ બધી એકટીવીટીને કારણે વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત થવા લાગ્યા, અભ્યાસ અંગે વધારે મહેનત કરવા લાગ્યા વાલીઓ પણ જાગૃત થયા. આજે " સાંઈ ગ્રુપ ટ્યુશન " નું નામ ફક્ત ગોમતીપુરમાં જ નથી પરંતુ અમદાવાદના ખૂણે-ખૂણામાં પહોંચતું થયું છે. આજે બાળકો બાપુનગર,રખિયાલ,અમરાઈવાડી થી ક્લાસમાં આવી રહ્યા છે,તેને ધ્યાનમાં લઈ અમે અમારી નવી શાખા હવે સુખરામનગરમાં પણ ચાલુ કરેલ છે.
હું આજે મારા શિક્ષક ગણ તથા વાલીમિત્રોના સાથ સહકારનો ખૂબ ખૂબ આભાર માનું છું.